Namo Saraswati Vigyan Sadhna Yojana 2024 જાણો વિગતવાર માહિતી

admin
7 Min Read
Namo Saraswati Vigyan Sadhna Yojana

નમસ્તે મિત્રો આજે દરેક ક્ષેત્રમા કે નોકરી રોજગારીની બાબતમાં વિજ્ઞાન લક્ષી શિક્ષણ ની જરૂરિયાત વધારે છે કેટલાય વાલી એવા છે જે પોતાના બાળકને ધોરણ 10 પછી સાયન્સ માં ભણાવવા માંગે છે પણ અભ્યાસના વધારે પડતા ખર્ચને ધ્યાનમાં રાખીને આગળ ભણાવી શકતા નથી. ત્યારે વધુમાં વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સાયન્સ માં એડમિશન લે અને ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂરો કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા Namo Saraswati Vigyan Sadhna Yojana શુરૂ કરવામાં આવી છે.

Namo Saraswati Vigyan Sadhna Yojana

આ યોજનાનો Namo Saraswati Vigyan Sadhna Yojana લાભ કોને કોને મળી શકશે? અને કોને નહીં મળે? આ માટેના નિયમો શું છે? કઈ રીતે લાભ મળશે? આ તમામ માહિતી મેળવવા માટે પોસ્ટ અંત સુધી વાંચી લેજો જેથી તમારા દરેક પ્રશ્નના જવાબ તમને મળી રહેશે તો વધુ સમય ન લેતા જાણીએ Namo Saraswati Vigyan Sadhna Yojana વિશે.

Namo Saraswati Vigyan Sadhna Yojana
Namo Saraswati Vigyan Sadhna Yojana

મિત્રો આ યોજના હેઠળ ધોરણ-૧૧ અને ૧૨ મળીને બે વર્ષમાં કુલ ૨૫ હજાર રૂપિયાની સહાય સરકાર તરફથી ચૂકવામાં આવશે આ માટે એક પણ વધારાની પરીક્ષા આપવાની જરૂર નથી આ યોજનાની બીજી વિશેષતા એ છે કે દીકરા અને દીકરી બંનેને આ યોજનાનો લાભ મળી શકશે એમ પણ સીધા બેંક ખાતામાં જમા થઈ જશે અને ધોરણ 11 અને 12 ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળમાં ભણતા હોય કે પછી CBSC બોર્ડમાં ભણતા હોય તો પણ આ યોજનાનો લાભ મળશે.

મિત્રો ત્યારબાદ એક અગત્યની વાત કરી દો કે સરકારની આવી જ એક યોજના છે નમો લક્ષ્મી યોજના જેમાં દીકરીઓને ધોરણ ૯ થી ૧૨ સુધી ભણવામાં સરકાર તરફથી 50000 રૂપિયા જેટલી સહાય મળે છે. આ યોજના વિશે વિગત જાણવા માગતા હોય તો અમે પોસ્ટ લખી છે જે તમે અહીંયા ક્લિક કરીને વાંચી શકો છો.

Namo Saraswati Vigyan Sadhna Yojana સહાય કરવી રીતે મળશે?

Namo Saraswati Vigyan Sadhna Yojana વિશે વાત કરીએ તો આ યોજનામાં પણ એક પણ વધારે પરીક્ષા આપવાની જરૂરિયાત નથી હવે વાત કરીએ સરસ્વતી વિજ્ઞાન સાધનામાં આ યોજના ની સહાય કઈ રીતે મળશે.

આ યોજના જૂન 2024 નવું શૈક્ષણિક વર્ષ શરૂ થઈ છે ત્યારથી એનો અમલ શરૂ થશે અને ત્યારથી જ એટલે કે તે વર્ષમાં એડમીશન લેતાની સાથે જ જૂન મહિનાથી અથવા તો જુલાઈ મહિનાની 10 તારીખ સુધીમાં સરકાર તરફથી યોજનાની રકમ બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે.

ધોરણ 11 માં ભણવાનું ચાલુ થાય ત્યાં સુધી દર મહિને એક હજાર એટલે વર્ષમાં ૧૦ હજાર મળશે ત્યાર પછી આવી જ રીતે ધોરણ 12 માં જૂન થી લઇ અને દસ મહિના સુધી દર મહિને એક હજાર એટલે એ વર્ષમાં પણ બીજા દસ હજાર મળશે.

Namo Saraswati Vigyan Sadhna Yojana યોજનામાં આવી રીતે ધોરણ-૧૧ અને ૧૨ વર્ષના મળીને કુલ વીસ હજાર રૂપિયા મળશે બાકીના જે 5000 રૂપિયા છે તે વિદ્યાર્થી જ્યારે ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષા પાસ કરશે ત્યારે તેના ખાતામાં જમા થઈ જશે. આવી રીતે કુલ 25 હજાર રૂપિયાની સહાય મળશે.

Namo Saraswati Vigyan Sadhna Yojana લાભ કોને મળશે?

વાત કરીએ કે કોને કોને લાભ મળશે તો આ યોજના Namo Saraswati Vigyan Sadhna Yojana માટે સરકારે જે લાયકાત અને ધોરણ નક્કી કરેલ છે એમાં સૌથી પહેલી વાત એ છે કે ધોરણ 10ની બોર્ડની પરીક્ષામાં ઓછા માં ઓછા 50 ટકા અથવા તેથી વધારે હોવા અનિવાર્ય છે.

જણાવી દઈએ કે જે વિદ્યાર્થીઓને 50 ટકાથી ઓછા ગુણ મેળવેલા હોય તેવા વિદ્યા્થીઓને આ યોજનાનો લાભ નહીં મળે.

ધોરણ ૯ અને ૧૦ જેમણે સરકારી અથવા તો ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં અભ્યાસ કરેલો છે તમામ વિદ્યાર્થીને આ યોજનાનો લાભ મળશે.

પછી તે કોઈ પણ કેટેગરીમાં આવતા હોય એમની આવક મર્યાદા ધ્યાનમાં લીધા વગર તમામ વિદ્યાર્થીઓને સરકારની આ યોજનાનો લાભ મળશે.

વિદ્યાર્થીઓ સ્વનિર્ભર માધ્યમિક શાળા એટલે કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ધોરણ ૯ અને ૧૦ બને અથવા તો કોઈ એક ધોરણનો અભ્યાસ કર્યો હોય તો એમને પણ આ સહાય મળશે.

અગત્યનો નિયમ એ છે કે એમના કુટુંબની વાર્ષિક આવક છ લાખ રૂપિયા અથવા એનાથી ઓછી હોવી જોઈએ.

સાથે સાથે જે વિદ્યાર્થી સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં ધોરણ દસ ભણેલા છે એના માટે કોઈ આવક મર્યાદા લાગુ પડતી નથી.

એટલે કે પ્રાઇવેટ શાળામાં ભણેલાં છે એમને જ આવક મર્યાદા નો નિયમ લાગુ પડે છે.

બીજી કેટલીક અગત્યની સૂચનાઓ જોઈતો લેવા માટે કઈ ઓફિસ કે કોઈ કચેરીએ જવાની જરૂર નથી સીધાજ વિદ્યાર્થીની માતાના બેંક ખાતામાં જમા થઈ જશે.

કે જે વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરે છે તો એ વિદ્યાર્થીની માતાનું બેંકમાં ખાતું ન હોય તેમણે વહેલી તકે ખાતું ખોલાવી લેવું બેંકમાં ખાતું ખોલાવવા માટે ફક્ત બે જ વસ્તુ ની જરૂર પડે છે એક આધારકાર્ડને બે પાસપોર્ટ ફોટો બસ એક જ દિવસમાં ખાતું ખૂલી જશે.

અરજી કેવી રીતે કરવી?

તમારા મનમાં પણ સવાલ થાય કે ફોર્મ ભરવા ક્યાં જવું ક્યારે ફોર્મ ભરાશે તો આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થી જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલમાં તેમને મળતી માહિતી મુજબ વાલીને સંપર્ક કરશે.

મિત્રો અમુક ચોક્કસ કિસ્સામાં સહાયની રકમ નહીં મળે તો એ પણ જાણી લઈએ તો આ સહાય મેળવવા માટે વિદ્યાર્થીની 80 ટકા હાજરી હોવી ફરજીયાત છે.

આ માટે શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલની મુલાકાત પણ લેવાઈ શકે છે અને જે વિદ્યાર્થીની અથવા વિદ્યાર્થી અધવચ્ચે અભ્યાસ છોડી દે તો પણ સરકાર ની આગળ ની સહાય નહીં મળે.

ક્યારેક એવું બને કે ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ ન થાય તો જ્યારે પણ વિદ્યાર્થી પરીક્ષા પાસ કરશે ત્યારે બાકીના જે 5000 છે એ રકમ મળી જશે.

મોટાભાગની સરકારની યોજનાઓમાં એક નિયમ હોય છે કે જો તમે એક સહાયનો લાભ લેતા હોય તો બીજી કોઈપણ સહાય ન મળે પણ આમાં એવું નથી કે કોઈ કોઈ પણ સરકારની યોજના હેઠળ સ્કોલરશીપ નો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ અને વધારાના કામ તરીકે મળશે.

મિત્રો એમને આશા છે કે અમારા દ્વારા લખવામાં આવેલી પોસ્ટ Namo Saraswati Vigyan Sadhna Yojana વિશે તમને બધી માહિતી મળી ગઈ છે. તમારો કોઈ સવાલ હોય તો કૃપા કરીને નીચે આપેલ કૉમેન્ટ બોક્સમાં અમારી સાથે શેયર જરૂર કરજો.

Share this Article
Leave a review